Friday, January 3, 2025
Homeરાજ્યબદલી પામેલા પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક પોલીસમાં જ કામગીરી

બદલી પામેલા પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક પોલીસમાં જ કામગીરી

ખંભાળિયામાં બદલીના સ્થળ માટે છૂટા ન કરાતા આશ્ચર્ય

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા તાજેતરમાં ખંભાળિયા સહિત જિલ્લાના કેટલાક પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સામૂહીક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.

પોલીસ વડા દ્વારા બદલીના ઓર્ડર પછીના ચોક્કસ સમયગાળામાં મહદ્ અંશે પોલીસ કર્મચારીઓને છૂટા કરી તેમની બદલીની જગ્યાએ ફરજ સોંપવામાં આવે છે. પરંતુ જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં ફરજ બજાવતા અને છેલ્લા ઘણા સમયથી બદલી પામેલા આ પોલીસ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી અહીં જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોઈ ચોક્કસ કારણોસર તેઓને છુટા ન કરાતા આ બાબતે જાણકારોમાં ભારે ચકચાર જાગી છે. કડક કામગીરી માટે જાણીતા અહીંના જિલ્લા પોલીસ વડા આ મુદ્દે યોગ્ય પગલા લ્યે તે બાબતને ઇચ્છનીય ગણાવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular