Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરસીદસર ઉમિયાધામ ખાતે ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે

સીદસર ઉમિયાધામ ખાતે ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે

- Advertisement -

જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એસોસિએશન દ્વારા સિદસર ખાતે વિજાપુરા વિદ્યાસંકુલના સહયોગથી ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ 2023ની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષમાં કુલ ચાર ડીસ્ટ્રીક્ટ રેંકીગ ટુર્નામેન્ટ રાખવામાં આવનાર છે. આગામી તારીખ રર જાન્યઆરી 2023 (રવિવાર) ના રોજ જેડીટીટીએ દ્વારા પ્રથમ ઓપન જામનગર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

- Advertisement -

ઉપરોક્ત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એશોસીએશન તથા ટેબલ ટેનીસ ફેડરેશન ઓફ ઇંન્ડીયાના ધારાધોરણ અનુસાર યોજવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ – સિદસર ખાતે આવેલ વિજાપુરા વિદ્યાસંકુલના સહયોગથી જેડીટીટીએ દ્વારા કરવામાં આવનાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તથા તેમના પરિવારજનો ને સિદસરના ખુબજ પ્રખ્યાત પર્યટક અને ધાર્મિક સ્થળ ઉમિયાધામ ખાતે મુલાકાત કરવાનો અવસર મળી રહેશે. ભાગ લેનાર ખેલાડીઓ તથા તેમની સાથે આવનાર દરેક વાલીઓ માટે વિજાપુરા વિદ્યાસંકુલ દ્વારા સવારના નાસ્તા, બપરોના ભોજન તથા સાંજના નાસ્તાની વ્યવસ્થા કોઇપણ પ્રકારના શુલ્ક વગર કરવામાં આવેલ છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે ખલાડીઓએ પ્રકાશ નંદા 94262 06761 તથા કેતનભાઇ કનખરા 8530375120 તથા વિનોદભાઇ શીંહોરાનો 7433871166 પર સંપર્ક કરી શકે છે. ભાગ લેવા માટે ગુગલ ફોર્મ દ્વારા પાર્ટીસીપેશન નોંધાવી શકાશે. જેના માટે આપેલ લીંક નો ઉપયોગ કરવાનો રહેશે. https://forms.gie/PNbQ7dbmrcKK oWKE6 અત્રે ઉલ્લેખનિય છે કે જામનગર જીલ્લાની દરેક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં જોડાઇને પોતાનુ કૌશલ દેખાડી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહક સર્ટીફીકેટ તથા વિજેતાને ટ્રોફી તથા રેંકીગ ટેબલમાં સ્થાન મેળવવાની તક મેળવી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular