Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજેએમસી દ્વારા ઓપન જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ સ્પર્ધા

જેએમસી દ્વારા ઓપન જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ સ્પર્ધા

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉજવણીના કાર્યક્રમોમાં ઓપન જામનગર ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના રોજ જેએમસી સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટે્રશન કરાવવાનું રહેશે. ઓનલાઈન ભાગ લેવા માટે ખેલાડીએ  https://forms.gle/PNbQ7dbmrcKKoWKE6  જેએમસી સ્પોર્ટસ સંકુલનો સંપર્ક કરી શકે છે. આ સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર ખેલાડીઓને ટ્રોફી, સર્ટીફિકેટ સહિતના ઈનામો આપવામાં આવનાર છે. સ્પર્ધાનો ડ્રો શનિવાર સાંજે 5 વાગ્યે જેએમસી ખાતે જામનગર ટેબલ ટેનિસના પ્રખ્યાત વેટરન પ્લેયર્સ સહિતના મહાનુભાવો દ્વારા પાડવામાં આવનાર છે. આ સ્પર્ધાના પોઇંટ રેટીંગ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન યોજાતી સ્પર્ધાના રેટીંગ્સમાં ઉમેરવામાં આવનાર છે. તો દરેક પ્લેયર્સને આ સ્પર્ધા દ્વારા રાજ્ય સ્તર પર પ્રતિનિધિત્વ કરવા માટેના વધારાના લાભ મળવા પાત્ર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular