Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆઇસીસી સાથે પણ રૂપિયા 20 કરોડની ઓનલાઇન ઠગાઇ

આઇસીસી સાથે પણ રૂપિયા 20 કરોડની ઓનલાઇન ઠગાઇ

- Advertisement -

સામાન્ય લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય તેવા અહેવાલો તો લગભગ રોજેરોજ સંભળાય છે. પરંતુ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પણ તેનો ભોગ બની છે. એક અહેવાલ મુજબ આઇસીસીને સાયબર ક્રાઇમ એટેકમાં 25 લાખ ડોલર (આશરે રૂપિયા 20 કરોડ) ગુમાવી દેવાનો વારો આવ્યો છે. આ છેતરપિંડીનું કેન્દ્ર અમેરિકામાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે અને તે ગયા વર્ષે બની હોવાનો ખુલાસો છેક હવે થયો છે. કૌભાંડીઓએ ઇ-મેઇલ એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ તરીકે ઓળખાતાં બિઝનેસ ઇ-મેઇલ કોમ્પ્રોમાઇઝ (બીઇસી)ના રૂટ થકી આ છેતરપિંડી આચરી હતી.

- Advertisement -

અમેરિકાના ફેડરેલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ આને નાણાકીયરીતે સૌથીવધુ મોટી ઓનલાઇન ક્રાઇમ્સમાંથી તરીકે ગણાવી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ અંગેની તપાસ ચાલી રહી છે. હાલના તબક્કે કંઇપણ બોલવાનો ઇનકાર કરતી આઇસીસીએ અમેરિકામાં એફબીઆઇને ફરિયાદ કરી છે. આઇસીસી ક્યાં થાપ ખાઇ ગઇ છે તેની અને આ છેતરપિંડીમાં કોણ સામેલ છે. તે અંગેની તપાસ ચાલી રહી છે.

જોકે આ કૌભાંડ કઇરીતે આચરવામાં આવ્યું તે અંગે પણ હજુ જાણી શકાયું નથી. છેતરપિંડી આચરનારાઓએ દુબઇમાં હેડ ઓફિસમાં કોઇની સાથે સીધીરીતે ડીલ પાર પાડી હતી કે કોઇ વેન્ડર કે ક્ધસલ્ટન્ટને નિશાન બનાવ્યા હતા તે અંગે પણ તપાસ થઇ રહી છે. તેમણે આઇસીસીના ખાતામાંથી ખરેખર ક્યાં રૂટથી પૈસા ટ્રાંસફર કરાયા છે તેની પણ તપાસ થઇ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ટ્રાન્ઝેન્ક્શન એક જ ઝાટકે પેમેન્ટ થયું હતું કે તે અનેક વખત નાણાં ટ્રાન્સફર કરાયા હતા તે અંગે કોઇ માહિતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular