Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં એક વર્ષની સાદી કેદની સજા

ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સાદી કેદની સજા

- Advertisement -

જામનગરમાં રહેતાં રફીક અલારખા મોગલ એ પોતાના મિત્ર રીયાઝ જુસબભાઈ કુરેશી પાસેથી નાણાંકીય જરૂરિયાત અર્થે વિનાવ્યાજે રૂા.2,25,000 હાથ ઉછીના લીધા હતાં અને તે પેટે પોતાની વિજયા બેંક, જામનગર શાખાનો રૂા.2,25,000 નો ચેક આપેલ હતો. ફરિયાદી પોતાની બેંકમાં ચેક જમા કરાવતા તે ફંડ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતોઙ. ત્યારબાદ ચેક મુજબની રકમ દિવસ 15 માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત નોટિસ મોકલાવેલ હતી. જે નોટિસનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ચેક મુજબની રકમની માંગણી કરવા છતાં ચૂકવેલ નહીં. જેથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. અને તે કેસ જામનગરના 9 મા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં અને સમગ્ર પૂરાવાનું મૂલ્યાંકન કરી ફરિયાદીના વકીલ અશ્ર્વિન કે. બારડની તમામ દલીલો સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચૂકાદાઓ ધ્યાને રાખી આરોપી રફીક અલારખા મોગલને નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 ના ગુના સબબ 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.2,25,000 દંડ કરવામાં આવ્યો હતો. વધુમાં સદર દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા તથા જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો આરોપીને વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

- Advertisement -

ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી અશ્ર્વિન કે. બારડ (એડવોકેટ) તથા આસીસ્ટન્ટ જુનિયર રોનક એચ. જોગલ રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular