જામનગર નંદનપાર્કમાં રહેતાં સંજયસિંહ એસ. ચુડાસમા પાસેથી જામનગર રંગમતિ પાર્કમાં રહેતાં ગોપાલભાઈ ગોીવંદભાઈ પરમારએ સંબંધદાવે હાથઉછીના રૂા.1 લાખ લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે ગોપાલભાઈ ગોવિંદભાઈ પરમાર દ્વારા એક લાખ રૂપિયાનો યુકો બેંક ર્બધન ચોક શાખા જામનગરનો ચેક આપ્યો હતો. જે ચેક સંજયસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે તે ચેક પરત ફર્યો હતો. જેથી સંજયસિંહ દ્વારા પોતાના વકીલ મારફત ગોપાલભાઈને નોટિસ આપતા ગોપાલભાઈ દ્વારા નોટિસનો ઉડાઉ જવાબ આપેલ જેથી સંજયસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબરલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટે્રટ એન.એન.પાથરની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ગોપાલભાઇ ગોવિંદભાઈ પરમારને એક વર્ષની સાદી કેદની સજા તથા એક લાખ રૂપિયા વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરેલ જો વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ નિર્મળસિંહ એન. જાડેજા રોકાયા હતાં.