જામનગર નવાગામઘેડમાં રહેતા મનોજ એસ. ગોસાઇ દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કાું. લિ. જામનગર શાખાથી વાહન નં. જીજે-11 વાય-5023 ઉપર લોન લીધી હતી. જે એગ્રીમેન્ટ વેલ્યુ મુજબ મનોજ એસ. ગોસાઇને 33 હપ્તામાં લોન ભરપાઇ કરવાની હતી અને સદરહુ લોનની બાકી રહેતી રકમ પેટે મનોજ ગોસાઇ દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંક, જામનગર શાખાનો રૂા. 11,37,252નો ચેક આપ્યો હતો. જે ચેક શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કાું. લિ. દ્વારા પોતાના એકસીસ બેંક જામનગર શાખામાં ક્લિયરીંગ માટે રજૂ કરતાં સદરહુ ચેક ફંડસ ઇનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી કંપની દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કાું.લિ. દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી મનોજ એસ. ગોસાઇને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 11,37,252 દિવસ-30માં ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મનિષ સી. પંડયા, આશા વી. વાંઝા, નેહલ પિત્રોડા રોકાયા હતાં.