કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા રામશીભાઈ છૂછર નામના આહીર આધેડ તેમના જી.જે. 37 એચ. 8688 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જુવાનપુર ગામના ડિવાઈડર પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલા જી.જે. 37 એલ. 3930 નંબરના મોટરસાયકલના ચાલકે રામશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અર્જુન રામશીભાઈ છૂછરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ 304 (એ), 279, તથા 338 અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાટિયાના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.