જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં રહેતાં પ્રૌઢને દોઢ વર્ષથી થયેલી બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પાણાખાણ શેરી નં.1 માં રહેતાં અરવિંદસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.54) નામના પ્રૌઢને દોઢ વર્ષથી કેન્સરની બીમારી થઈ હતી અને બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આવ્યા હતાં. જ્યાં તેમનું મંગળવારે રાત્રીના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિક્રમસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.