ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને કમિશન એજન્ટ તરીકે કામ કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના આશરે 50 વર્ષના આધેડ દ્વારા માંગરોળ સહિતના જુદા જુદા સ્થળોએ મોકલાવેલી મગફળી તથા ચણાના વેપારની તોતિંગ રકમ ન મળતા આર્થિક સંકળામણમાં આવી જતા આખરે કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો.
આ પ્રકરણમાં મૃતકની પુત્રી દ્વારા માંગરોળ વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા સહિત કુલ સાત શખ્સો સામે અહીંની પોલીસમાં કલમ 306 વિગેરે મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પ્રથમ ચરણમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઇ અને ચાર દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ પ્રકરણમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસનીસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જરીયાવાળા ગામે રહેતા અજય બાબુભાઈ પિઠીયા (ઉ.વ. 32) ની અટકાયત કરી, રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.