સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી. જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાલપુર પંથકના બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીને કારણે મોત નિપજ્યું હતું અને ત્યારબાદ શહેરના ગુલાબનગરમાં રહેતાં બાળકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જી. જી. હોસ્પિટલમાં બે-બે બાળકોના મોત બાદ સારવાર લઇ રહેલા પડાણાના બાળકનું ગત રાત્રિના મોત નિપજતા હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર સફાળુ જાગી ગયું હતું. જી.જી. હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. જેઓનો ચાંદીપુરાના વાયરસનો રિપોર્ટ બાકી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું,જ્યારે ગુલાબ નગર વિસ્તારના એક બાળકને શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરાયા બાદ તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. જે બે મૃત્યુ બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ રહેલા પડાણાના વધુ એક બાળકનું ગઈ રાત્રે મૃત્યુ નીપજતાં જીજી હોસ્પિટલ તેમજ આરોગ્યતંત્રમાં ભારે દોડધામ થઈ છે. હાલ જી.જી. હોસ્પિટલમાં વધુ ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, અને તેઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું ગઈકાલે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જેની સાથે ગુલાબ નગર વિસ્તારના પાંચ માસના એક બાળ દર્દીને દાખલ કર્યા પછી તેનું પણ મૃત્યુ થયું હતું.
આ બનાવ બાદ ગઈકાલે રાત્રે જ વધુ એક બાળ દર્દીએ નું જી.જી. હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા પાંચ વર્ષના બાળકને ચાંદીપૂરા વાયરસ ના શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરાયા પછી ગઈ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને ગઈકાલે એકજ દિવસમાં મૃત્યુના ત્રણ બનાવ બની ગયા હોવાથી જી.જી. હોસ્પિટલ ના તબીબી વર્તુળમાં તેમજ જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ થઈ છે. હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વધુ ત્રણ બાળ દર્દીઓ દાખલ છે. જે ત્રણેયના સેમ્પલો લઈને પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.