જામનગર શહેર તેમજ જિલ્લાની તમામ જનતાના સુખાર્થે જામનગર શહેરમાં ગાંધીનગર ખાતે આવેલ શિરડી સાઇબાબા મંદિર દ્વારા અનેકવિધ સેવાકિય કાર્યો કરવામાં આવે છે. આ કાર્યોમાં વધુ એક કાર્યનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી શ્ર્વાસ રોગ નિદાન કેમ્પ, હરસ, મસા, ભગંદર રોગ કેમ્પ, આંખના ઓપરેશન, નેત્રમણિ બેસાડવાના કેમ્પ, ઓર્થોપેડીક કેમ્પ ઉપરાંત અન્ય રોગોના કેમ્પની સાથે સાથે શહેરની અંદર તમામ વિસ્તારમાં હરતુ ફરતુ દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે.
મંદિર ટ્રસ્ટની કામગીરી વધુ સુદ્રઢ બને અને ટ્રસ્ટ દ્વારા લોકોને વધુ ઉપયોગી બની રહેવામાં મદદ મળે તે હેતુથી લાયન્સ કલબ વેસ્ટ દ્વારા મંદિર ટ્રસ્ટને ટોઇલેટ ખુરશી નંગ 5, ટોઇલેટ સ્ટૂલ નંગ 5, યુરીન પોટ નં. 5, વ્હીલચેર નંગ 2, ચારપગવાળી લાકડી નંગ 5, સિંગલ પગ લાકડી નંગ 5, બેડ પાન નંગ 2નું દાન આપવામાં આવેલ છે. જેથી શહેરમાં રહેતા તમામ લોકોને સિમિત સમય માટે આ વસ્તુઓ તદ્ન ફ્રી ઉપયોગમાં આપવામાં આવશે. માત્ર ટોકન ડિપોઝિટ ભરવાની રહેશે જે વસ્તુ પરત કર્યે ડિપોઝિટ પરત મળી જશે) સાધન સહાયનું અનુદાન બિમલ ઝાટકીયા, રાજુભાઇ ભાનુશાળી, પ્રમુખ પ્રતિકભાઇ, શૈલેષભાઇ ગઢવી દ્વારા આપવામાં આવેલ હતું. તેમ સાઇબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદી જણાવે છે.