Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક રીક્ષાની બસ સાથે ટક્કરમાં પરપ્રાંતિય યાત્રાળુનું મૃત્યુ: દંપતિ ખંડિત

દ્વારકા નજીક રીક્ષાની બસ સાથે ટક્કરમાં પરપ્રાંતિય યાત્રાળુનું મૃત્યુ: દંપતિ ખંડિત

- Advertisement -

દ્વારકા નજીકના હાઈવે માર્ગ પર સોમવારે સાંજે એક પેસેન્જર રીક્ષાનું એસ.ટી.ની બસ સાથે અકસ્માત સર્જાતા આ રિક્ષામાં જઈ રહેલા માં જઈ રહેલા રાજસ્થાનના યાત્રાળુઓ સાથેનું એક દંપતી ખંડિત થયું હતું. જેમાં 70 વર્ષના એક વૃદ્ધનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ ખાતે શ્યામલાલ જમકુલાલ આગાલ નામના 70 વર્ષના મહેશ્વરી વૃધ્ધ તેમના ધર્મપત્ની સીતાદેવી સહિતના નવ પરિવારજનો સાથે દેવભૂમિ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા. આ તમામ લોકો સોમવાર તારીખ 8મી ના રોજ એક રિક્ષામાં બેસીને બેટ દ્વારકાથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે આશરે સાત કિલોમીટર દૂર ઓખા હાઈવે પર પહોંચતા આ રિક્ષાના ચાલક માલાભાઈ વિરમભાઈ ચાનપાએ પોતાના રિક્ષાને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ રીક્ષા રોંગ સાઈડમાં જઈ ચડતા દ્વારકા તરફથી ઓખા તરફ જઈ રહેલી એક એસ.ટી.ની બસ સાથે અથડાઈ પડી હતી.

આ અકસ્માતમાં શ્યામલાલ આગાલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા અન્ય પરિવારજનોને પણ નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પત્ની સીતાદેવી શ્યામલાલ આગાલની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે રિક્ષાચાલક વાલાભાઈ વિરમભાઈ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular