લાલપુર નજીક આરબલુસ ગામ પાસે બે મોટરસાઈકલ સામસામે અથડાતા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે લાલપુર પોલીસ દ્વારા એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર – લાલપુર ધોરીમાર્ગ પર આરબલુસ ગામના પાટીયા નજીકથી પસાર થતા એમપી-69-ઝેડએ-3126 નંબરના મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ બેફીકરાઈથી ચલાવી સામેથી આવતા રાકેશ કોદરીયા મુહણીયાના જીજે-10-એએફ-7084 નંબરના મોટરસાઈકલને હડફેટે લેતા રાકેશ મુહણીયાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગંભીર ઈજાને પરિણામે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા એએસઆઇ ડી ડી જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે મોકલ્યો હતો. કલસીંગ માંગુભાઈ મુહણીયાની ફરિયાદના આધારે મુળ મધ્યપ્રદેશના અને હાલ ઈશ્વરીયા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતાં બાઈકચાલક કેશુ જાલીયા ખરાડી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.