Friday, January 10, 2025
Homeરાજ્યહાલારભાણવડ નજીક બાઈક સ્લીપ થતા દંપતિ ખંડિત

ભાણવડ નજીક બાઈક સ્લીપ થતા દંપતિ ખંડિત

- Advertisement -

ભાણવડ નજીક શીવા ગામ પાસે ગોલાઈમાં બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ફતેપુર ગામે રહેતા ચકુભાઈ જીવાભાઈ કરંગિયા (ઉ.વ.65) નામના વૃદ્ધ તેમના પત્ની સાથે ઉપલેટા ખાતે તેમના સંબંધીને ત્યાં મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર શીવા ગામ નજીક પહોંચતા એક ગોલાઈ પાસે ચકુભાઈનું મોટરસાયકલ સ્લીપ થતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર મુકેશભાઈ ચકુભાઈ કરંગીયાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular