જામજોધપુર તાલુકાના વર્તુ ડેમના પાટીયા નજીકથી સાંજના સમયે પસાર થતા દંપતીના બાઈકને સામેથી બેફીકરાઇથી આવતા બાઈકસવારે ભટકાડી થયેલા અકસ્માતમાં બાઈકસવાર પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા અરશીભાઈ અને ડાહીબેન રવિવારે સાંજના સમયે તેના જીજે-10-બીએસ-5515 નંબરના બાઈક પર ઘેલડા થી ફોટડી ગામ તરફ જતાં હતાં તે દરમિયાન વર્તુ ડેમના પાટીયા નજીક પોરબંદર રોડ પર પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-સીકયુ-4284 નંબરના બાઈકસવારે પ્રૌઢના બાઈકને ઠોકર મારતા બે બાઈક અથડાતા અકસ્માતમાં બાઈકચાલક અરશીભાઇને શરીરે તથા માથામાં ગંભીર ઈજા અને ડાહીબેનને જમણા હાથમાં તથા કપાળમાં ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં અરશીભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભત્રીજા નાથાભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.મેઘનાથી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.