Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારમાતાજીના દર્શન કરી પરત આવતા બાઈકને ઇકોએ ઠોકરે ચડાવતા એકનું મોત

માતાજીના દર્શન કરી પરત આવતા બાઈકને ઇકોએ ઠોકરે ચડાવતા એકનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં પરિવારજનો જોડિયા તાલુકાના ખીરીમાં આવેલા માતાજીના દર્શન કરવા ગયા હતાં તે દરમિયાન દર્શન કરી બે યુવકો બાઇક પર પરત આવતા હતા ત્યારે જાંબુડા નજીક ઈકો કારે હડફેટે લેતા બાઈક પર બેસેલા તરૂણનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં કમશીભાઈ ઉકાભાઈ પાટડિયા (ઉ.વ.24) નામનો યુવાન તેના પિતરાઇ જયેશ રસીક કસરેજા, હિરા ભલા કસરેજા, રવિ સોયગામા, શિવ સોયગામા, શોભનાબેન કસરેજા સહિતના પરિવારજનો બેસતા વરસના દિવસે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જુદા જુદા બાઈક પર જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી દર્શન કરી કમશીભાઈ પાટડિયા તેના જીજે-10-ડીએમ-9372 નંબરના બાઈક પર રવિને પાછળ બેસાડી પરત આવતો હતો ત્યારે જાંબુડા ગામ પહેલાં આવેલા વેલકમ રિસોર્ટની ગોલાઈ પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-ડીજે-1696 નંબરની ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં કમશીભાઇ અને રવિ બંને બાઈક પરથી નીચે પટકાયા હતાં.

આ અકસ્માતમાં બાઈકચાલક કમશીભાઈને અને રવિ શૈલેષભાઈ સોયગામા (ઉ.વ.17) નામના તરૂણને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રવિનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કમશીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular