જામનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ ભુરૂભા પરમાર પાસેથી સવધીબેન મસરીભાઈ છૈયા દ્વારા અંગત જરૂરીયાત અર્થે નાણાંની જરૂરીયાત ઉભી થતા સંબંધદાવે હાથ ઉછીના રૂા. 1,પ0,000 લીધા હતાં. જે રકમની પરત ચુક્વણી માટે સવધીબેન મસરીભાઈ છૈયા દ્વારા વિરેન્દ્રસિંહ ભુરૂભા પરમારના નામનો ધી નવાનગર કો. ઓપરેટીવ બેંક લી., ઉદ્યોગનગર શાખા, જામનગરનો રૂા. 1,પ0,000નો કોટક મહીન બેંક, ટાઉનહોલ શાખા, જામનગરનો ચેક આપ્યો હતો. જે ચેક વિરેન્દ્રસિંહ ભુરૂભા પરમાર દ્વારા પોતાના બેંક ખાતામાં કલીયરીંગ માટે રજુ કરતા નાણાંના અભાવે પરત ફર્યો હતો. જેથી વિરેન્દ્રસિંહ ભુરૂભા પરમારએ પોતાના વકીલ મારફત સવધીબેન મસરીભાઈ છૈયાને નોટીસ મોકલી હતી. જે નોટીસ મળી જવા છતાં આરોપી દ્વારા ચેક મુજબની રકમ નહીં ચુક્વતા વિરેન્દ્રસિંહ દ્વારા જામનગરની અદાલતમાં સવધીબેન મસરીભાઈ છૈયા સામે ધી નેગોશીએબલખ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરીયાદ દાખલ કરી છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ઼ મોલીયા, પ્રિયેન કે. મંગે તથા ગજેન્સિંહ જે. ઝાલા, નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.