Friday, November 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ, ચાર ડેમ છલકાયા

દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ, ચાર ડેમ છલકાયા

દ્વારકા-કલ્યાણપુર-ખંભાળિયામાં સામાન્ય ઝાપટાં

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઘટાટોપ વરસાદી માહોલ છવાય છે. પરંતુ નોંધપાત્ર વરસાદ વરસતો નથી. ગઈકાલે જિલ્લામાં દ્વારકામાં માત્ર ચાર મીલીમીટર સાથે સૌથી વધુ ભાણવડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાણવડ પંથકના ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂપે 35 મીલીમીટર વરસાદ વરસી ગયો હતો. ત્યારે ખંભાળિયામાં માત્ર આઠ મીલીમીટર, કલ્યાણપુરમાં આજે સવારના આઠ મીલીમીટર સાથે કુલ 19 મીલીમીટર જ્યારે દ્વારકામાં માત્ર ચાર મીલીમીટર વરસાદ નોંધાયો છે.

- Advertisement -

આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 709 મીલીમીટર, દ્વારકામાં 405 મીલીમીટર, ભાણવડમાં 382 મીલીમીટર અને કલ્યાણપુરમાં 377 મીલીમીટર સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 18 ઈંચ જેટલો થવા પામ્યો છે.
ખંભાળિયા તાલુકામાં આજે ચઢતા પહોરે નોંધપાત્ર ઝાપટું વરસી ગયું હતું. પરંતુ ત્યારબાદ મોડે સુધી વરસાદી બ્રેક રહી હતી. ગઈકાલના વરસાદથી ભાણવડ વિસ્તારમાં આવેલા ચાર ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

ભાણવડ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના લીધે શીવા ગામ પાસેનો મીણસાર ડેમ, વેરાડી 1, વર્તુ 1 અને કબરકા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. આ સાથે અન્ય ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં વર્તુ 2 ડેમમાં હાલ 12.30 ફૂટ, વેરાડી 2 માં 22.30 ફૂટ, સોનમતીમાં 19.70 ફૂટ, ખંભાળિયાના ડેમમાં 12.60 ફૂટ, ગઢકીમાં 4.30 ફૂટ, કંડોરણામાં 6.90 ફૂટ સુધી સપાટી પહોંચી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular