રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના પરિણામે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ આજે સીએનજી ના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ કંપનીએ આજથી નવો ભાવ વધારો લાગુ કર્યો છે. 2 રૂપિયાના ભાવ વધારા સાથે સીએનજી ગેસનો નવો ભાવ રૂ.73.09 રૂપિયા થયો છે. અગાઉ સીએનજીનો ભાવ 71.09 રૂપિયા હતો.
આજથી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. તો પહેલાથી જ યુદ્ધના પરિણામે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના પરિણામ બાદ ક્રુડ ઓઈલના ભાવ વધારાની અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર પડશે.
મંગળવારે દિલ્હી સહિત અનેક શહેરોમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તો આજે ગુજરાતમાં પણ અદાણી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુક્યા છે. સામાન્ય જનતા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે.