ભારતમાં 1મેથી વેક્સીનેશનનો ત્રીજો તબ્બકો શરુ થવા જઈ રહ્યો છે. જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવશે. પરંતુ 18 થી 45 વર્ષના તમામ વ્યક્તિઓએ CoWIN એપ અને આરોગ્ય સેતુ એપ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
18 થી 45 વર્ષના લોકો માટે 28 અપ્રિલ સાંજના 4 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરુ થઇ ચુક્યું છે. વધુ લોગઇનના કારણે પોર્ટલ શરૂઆતમાં ક્રેશ થઇ ગયું હતું. જો કે ટૂંક સમયમાં સર્વર ચાલુ થયું હતું અને નોંધણી પ્રક્રિયા ફરી શરુ થઇ હતી.શરૂઆતના 3કલાકમાં 80લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
18 વર્ષ ઉપરના લોકોના રસીકરણ માટે, આરોગ્ય સેતુ એપ અને કોવિન પોર્ટલ પર નોંધણી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ આક્ષેપ કર્યો છે કે કોવિન એપ પર નોંધણી કરતી વખતે તેમને ઘણી સમસ્યાઓ થઈ હતી. આ સિવાય, કોવિન પોર્ટલ પર સતત સમસ્યાઓની ફરિયાદો આવતી રહે છે. કેટલાક લોકોને ઓટીપી માટે લાંબી રાહ જોવી પડી હતી. આ સમસ્યાઓ અંગે સોશિયલ મીડિયા પર ઘણી હેશટેગ્સ ટ્રેન્ડ થઈ હતી અને લોકોએ સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.
નેશનલ હેલ્થ ઑથૉરિટીના સીઈઓ અને કોવિનના પ્રમુખ આરએસ શર્માએ માહિતી આપી છે કે એક દિવસમાં 1.33 કરોડ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી 2.78 કરોડ લોકોને મેસેજ મોકલવામાં આવ્યો છે. આરોગ્ય સેતુના અધિકૃત ટ્વિટર હેન્ડલથી માહિતી આપવામાં આવી છે કે Cowin.gov.in એક દિવસમાં 1.32 કરોડ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.