ગુજરાત વિઘાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લામા પાંચેય વિધાનસભા મતવિસ્તારમા તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે જિલ્લામા દિવ્યાંગ મતદારો અને સીનીયર સીટીઝન મતદારોને મતદાનને લગતી કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને તેઓની મતદાનને લગતી ફરીયાદનુ નિવારણ કરી શકાય તે હેતુ નોડલ ઓફિસર (PWD) દ્વારા જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુઘી શરૂ કરવામા આવશે.
જેમાં નાયબ નિયામક અનુચુચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સેવાસદન-૦૪, રૂમ નં.૧૦/૧૧,જામનગર-રાજકોટ હાઈવે,રાજપાર્ક ખાતે શરૂ કરવામાં આવનાર કંટ્રોલરૂમ ખાતે નોડલ ઑફિસર તરીકે ડો. ઘનશ્યામ વાઘેલા અને એમ.આર.પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૩૬૮૧ છે. તેમ નોડલ અધિકારી (PWD) અને નાયબ નિયામક અનુચુચિત જાતિ કલ્યાણ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.