જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજરોજ દિગ્જામ સર્કલ પાસે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જામ્યુકોના મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, રાજભા ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા આજે બપોરે દિગ્જામ પાસે આવેલા મહાકાલિના મંદિરના સર્કલથી એરફોર્સ વચ્ચેના માર્ગ પર દબાણ કરેલ રેકડીઓ હટાવવામાં આવી હતી. જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલી રેકડીઓનું દબાણ હટાવવામાં આવ્યું હતું.