Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઓમિક્રોનનું સામુદાયિક સંક્રમણ પણ ‘આર વેલ્યુ’ ઘટી

ઓમિક્રોનનું સામુદાયિક સંક્રમણ પણ ‘આર વેલ્યુ’ ઘટી

મોટા શહેરોમાં ઝડપથી પ્રસરી ગયો ઓમિક્રોન : 28થી વધુ મ્યુટેશન જોવા મળ્યાં

- Advertisement -

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડના સંકેત મળ્યા છે. આઈએનએસએસીઓજીએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કામાં પહોંચી ગયો છે. પરિણામે અનેક શહેરોમાં સંક્રમણના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે, રાહતની બાબત એ છે કે દેશમાં સતત બીજા સપ્તાહે ’આર વેલ્યુ’ ઘટી છે અને દેશમાં બે સપ્તાહમાં ત્રીજી લહેરની પીક આવી જશે તેમ આઈઆઈટી મદ્રાસે દાવો કર્યો હતો. દેશમાં કોરોના વાઈરસના વિવિધ વેરિઅન્ટની તપાસ કરતી સરકારી સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ ક્ધસોર્ટિયમ (આઈએનએસએસી ઓજી)એ જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ્યો છે. વધુમાં ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ ’બીએ.2’ના કેસ પણ ભારતમાં મળી આવ્યા છે, જે આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની શકે છે.

- Advertisement -

આ સંસ્થા વાઈરસ કેવી રીતે ફેલાય છે તે સમજવામાં મદદ મળી શકે તે માટે કોરોનાના વિવિધ વાઈરસની તપાસ કરે છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક શહેરો માટે આ બાબત ચિંતાજનક બની શકે છે.વધુ ચિંતાજનક બાબત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના 28થી વધુ મ્યુટેશન થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટના નવા મ્યુટેશન ’સ્ટિલ્થ ઓમિક્રોન’ના કેસ 40થી વધુ દેશોમાં જોવા મળ્યા છે. જોકે, રાહતની બાબત એ છે કે દેશમાં સતત બીજા સપ્તાહે ’આર-વેલ્યુ’માં ઘટાડો થયો છે અને દેશમાં બે સપ્તાહમાં એટલે કે 6ઠ્ઠી ફેબુ્રઆરી સુધીમાં ત્રીજી લહેર પીક પર આવી જશે તેમ આઈઆઈટી મદ્રાસના એક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસમાં ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવાનો દર બતાવતી ’આર-વેલ્યુ’ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને 1.57 થઈ ગઈ છે. ’આર-વેલ્યુ’ બતાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને કોરોનાથી સંક્રમિત કરી શકે છે. અભ્યાસમાં જણાવાયું છે કે આ દર એકથી નીચે જતો રહેશે તો મહામારી ખતમ થઈ ગઈ છે તેમ મનાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular