Wednesday, February 18, 2026
Homeરાજ્યહાલારભાણવડના વેરાડ નજીક ધમધમતા જુગાર સ્થળે પોલીસ ત્રાટકી

ભાણવડના વેરાડ નજીક ધમધમતા જુગાર સ્થળે પોલીસ ત્રાટકી

ભટિયા સીમની ઓરડીમાં જુગાર રમાતો હતો : પોલીસે રૂા. 7.42 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને દબોચ્યા

ભાણવડ વિસ્તારમાં પોલીસે ગતરાત્રે જુગાર અંગેની કાર્યવાહી કરી, અને વેરાડ ગામની સીમમાંથી પાંચ જુગારીઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 7 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રોમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર વેરાડ ગામની ભટીયા સીમ ખાતે આવેલા પ્રફુલ ધનાભાઈ રાવલીયા (ઉ.વ. 33, રહે. ફતેપુર ગામ, ભાણવડ) દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાની વાડીની ઓરડીએ બહારથી માણસો ભેગા કરી અને જુગાર રમવા માટે નાલ ઉઘરાવી, જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળતા રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સમયે અહીં જુગાર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે પ્રફુલ ધનાભાઈ રાવલીયા, કાના અરજણભાઈ ભાટુ, ઉમંગ ઉર્ફે ભયો પ્રવીણભાઈ પરમાર, પંકજ કરણાભાઈ ભાટુ અને ડાડુ જેસાભાઈ ભાટુ નામના પાંચ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 77,000 રોકડા, રૂ. 65,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 6 લાખની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂપિયા 7,42,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી અહીંના ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. સી.એલ. દેસાઈ, પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડ, તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular