Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બીમારીથી કંટાળી વૃધ્ધાની આત્મહત્યા

જામનગર શહેરમાં બીમારીથી કંટાળી વૃધ્ધાની આત્મહત્યા

માથાના દુ:ખાવાથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : જામનગરમાં કર્મકાંડ કરતા વૃધ્ધનું બેશુદ્ધ થઈ જતા મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધાએ તેની બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના સેતાવાડમાં રહેતા વૃધ્ધનું બેશુધ્ધ થઈ જતા મૃત્યુ થયું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક પાસે આવેલા શાંતિનગર શેરી નં.2 માં રહેતા નર્મદાબેન કેશવજીભાઈ વિરાણી (ઉ.વ.67) નામના વૃધ્ધાને માથાના દુ:ખાવાની અને યુરીનની તકલીફ રહેતી હતી આ બીમારીની સારવાર કરાવવા છતાં તબીયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળી જઈ સોમવારે સવારના સમયે તેના ઘરે સિડી ચડવાની ગ્રિલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે મૃતકના પુત્રવધૂ વસંતબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના સેતાવાડ ખારવા ચકલા વિસ્તારમાં અને કર્મકાંડ કરતા ભરતભાઈ બાબુભાઈ ભટ્ટ (ઉ.વ.60) નામના વિપ્ર વૃધ્ધને સોમવારે સાંજના સમયે તેમના ઘરે ચકકર આવતા પરસેવો વળવાથી બેશુદ્ધ થઈ જતા તાત્કાલિક સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતકના પુત્ર આશીષના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular