જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હોટલની સામના રોડ પર ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા છોટાહાથી વાહનના ચાલકે ઠોકરે ચડાવતા બાઈકસવાર વૃદ્ધને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં ખોજાનાકા ટીટોડીવાડી વિસ્તારમાં રહેતો અલ્તાફભાઈ ગનીભાઈ દરમદા (ઉ.વ.40) નામનો યુવાન બુધવારે મધ્યરાત્રિના સમયે તેના શેઠ મહમદહુશેન અબુભાઈ કુરેશી સાથે તેમના જીજે-10-બીએસ-9009 નંબરના બાઈક લઇ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કોઠાવાલા હોટલની સામે ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-ટીએકસ-7712 નંબરના છોટાહાથી વાહનના ચાલકે વૃદ્ધ અને યુવાનને ઠોકરે ચડાવતા મહમદહુશેન અબુભાઈ કુરેશી (ઉ.વ.62) નામના વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અલ્તાફ દરમદાને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવ અંગે અલ્તાફ દ્વારા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી છોટાહાથીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.