Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરમાનસિક બીમારીથી કંટાળીને વૃધ્ધની આત્મહત્યા

માનસિક બીમારીથી કંટાળીને વૃધ્ધની આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસિટી વિસ્તારમાં રહેતાં વૃધ્ધે તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટી શેરી નં.8 માં શિવલહેરીમાં રહેતા બિપીનચંદ્ર રમણિકલાલ ત્રિવેદી (ઉ.વ.62) નામના નિવૃત્ત વૃદ્ધને છેલ્લાં 2 વર્ષથી માનસિક બીમારી થઈ હતી આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની માલતીબેન દ્વારા જાણ કરાતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular