ઓખામાં રેલવે ફાટક સામેના વિસ્તારમાં રહેતી અને અનવરભાઈ અબ્દુલભાઈ જેઠવાની 27 વર્ષની પરિણીત પુત્રી ઈરમબેન એજાજ સૈયદને રાજકોટના દેવપરા વિસ્તારમાં રહેતા તેણીના પતિ એજાજ રહીમ સૈયદ, સસરા રહીમ ગનીભાઈ સૈયદ, સાસુ હસીનાબેન તેમજ નણંદ કરિશ્માબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચાર સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.