મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની આવૃત્તિ લંબાવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 31મી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 25 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે 22.00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે.
ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 4 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 29 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.
ટ્રેન નંબર 09520 માટેનું બુકિંગ 2જી ઓગસ્ટ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.