Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા તહેવાર સ્પેશિયલ ટ્રેન ત્રણ મહિના લંબાવાઇ

ઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા તહેવાર સ્પેશિયલ ટ્રેન ત્રણ મહિના લંબાવાઇ

- Advertisement -

યાત્રીઓની સુવિધા ધ્યાને લઇ રેલવે દ્વારા ઓખા તથા પોરબંદર-હાવડા ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. ટીકીટોનુ બુકીંગ 28 માર્ચથી શરૂ થશે.
રાજકોટ ડિવિઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 02905 ઓખા-હાવડા સુપરફાસ્ટ ટ્રેન સાપ્તાહિક તહેવાર સ્પેશિયલ ટ્રેનને બે(2)-મે થી 27 જૂન સુધી તથા ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ તહેવાર સ્પેશિયલ ટ્રેનને 4-મે થી 29 જૂન સુધી લંબાવવામાં આવી છે. આ જ રીતે ટ્રેન નંબર 09205 પોરબંદર-હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ તહેવાર સ્પેશિયલને 5-મે થી 30 જૂન સુધી તથા ટ્રેન નંબર 02906 હાવડા-પોરબંદરની 7-મે થી 2-જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular