Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતઓખા-દિલ્હી સરાઇરોહીલ્લા સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પે. ટ્રેન શરૂ થશે

ઓખા-દિલ્હી સરાઇરોહીલ્લા સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પે. ટ્રેન શરૂ થશે

યાત્રીઓને સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાને લઇ રેલવે દ્વારા ઓખાથી દિલ્હી સરાઇરોહીલ્લા વચ્ચે સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પે. ટ્રેનની 12 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાઇરોહીલ્લા વિશેષ ટ્રેન પ્રત્યેક મંગળવારે સવારે 10 વાગ્યે ઓખાથી ઉપડી બીજા દિવસે સવારે 10:10 વાગ્યે દિલ્હી સરાઇરોહીલ્લા પહોંચશે. આ ટ્રેન 26 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ જ રીતે ટ્રેન નં. 09524 દિલ્હી સરાઇરોહીલ્લા-ઓખા સ્પે. દિલ્હીથી બપોરે 1:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 27 ઓકટોબરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. આ બંને ટ્રેનો દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી થ્રી-ટાયર, સ્લિપર કલાસ અને સેક્ધડ કલાસ સિટિંગ કલાસ સામેલ છે. ટ્રેનની ટિકિટનું બુકિંગ 15 ઓકટોબરથી શરુ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular