આગામી દિવાળી તહેવારો નિમિત્તે પ્રવાસીઓને સગવડતા માટે ખાસ વધારાની સ્પે. ટ્રેન ચલાવવા માટે રાજકોટ ખાતેથી રેલ મંડલીય સમિતિની બેઠકમાં સાંસદ પૂનમબેન માડમએ અસરકારક રજૂઆત કરતાં દિવાળી અને છઠ્ઠપૂજાના તહેવાર નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે તા. 3 થી 4 નવેમ્બરના દિવસોમાં ઓખા-બાંદ્રા સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પે. ટ્રેન દોડતી થશે. ઓખા-દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સરેન્દ્રનગર, અમદાવાદ થઇ બાંદ્રા રૂટ પર ચાલનારી આ સ્પે. ટ્રેનમાં 2-ટાયર, 3 ટાયર એસી, સ્લીપર કલાસ અને સેક્ધડ કલાસ સીટીંગ કોચનો સમાવેશ કરાયો છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી શરુ થનાર ખાસ ફેસ્ટીવલ ટ્રેનોની સુવિધાના લીધે યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.