Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ ઈએસઆરની મુલાકાત લેતા જામ્યુકોના અધિકારીઓ

સમર્પણ ઈએસઆરની મુલાકાત લેતા જામ્યુકોના અધિકારીઓ

કેમ્પસ ચોખુ રાખવા સહિતની જરૂરી સૂચનાઓ અપાઇ : આ ઈએસઆર હેઠળના વિસ્તારોને પાણીને લગત ફરિયાદો હોય તો મોબાઇલ નં. 99252 48407 તેમજ ટોલફ્રી નં. 18002330131 ઉપર સંપર્ક કરવો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ દ્વારા દિગ્જામ સર્કલ પાસે આવેલ સમર્પણ ઈએસઆરની મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ સમર્પણ ઈ.એસ.આર.ની. મુલાકાત કાર્યપાલક ઈજનેર નરેશ એમ. પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર અલ્પેશ એમ.ચારણીયા દ્વારા લગત ઝોનલ એન્જીનીયરને સાથે રાખીને સયુક્ત વિઝીટ કરવામાં આવી હતી. વિઝીટ દરમિયાન ઈ.એસ.આર. કેમ્પસમાં પાઈપ લાઈન નાખવામાં વાપરવામાં આવતા ડી.આઈ.સ્પેશીયલસનો સામાન સાઈઝ મુજબ વ્યવ્સ્થિત રીતે ગોઠવવા સૂચનાઓ આપવામાં આવેલ. તેમજ કેમ્પસની અંદર ચોમાસા દરમિયાન ઉગી નીકળેલ ઝાડી અને ઝાડવાને કાપીને કેમ્પસ ચોખ્ખું કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઈ.એસ.આર. ખાતેથી દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ સુધી તેમજ દિગ્જામ સર્કલ થી ખોડીયાર કોલોનીથી ધરારનગર સુધીના વિસ્તારોમાં દૈનિક 13 એમ એલ ડી પાણી વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તારોમાંથી લાઈન લીકેજીસ, પાણીનું પ્રેસર ઓછુ હોવું, પીવાના પાણી સાથે ગટરના પાણી ભળવા જેવી ફરિયાદો બાબતે ઝોનલ એન્જીનીયર સાથે ચર્ચા કરીને આયોજન પૂર્વક અને ઝડપથી ફરિયાદ નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી તેમજ ઈ.એસ.આર. ઉપર પાણીમાં કલોરીનેશન સમયાંતરે ચેક કરીને વિસ્તારના લોકો સુધી ક્લોરીન વાળું પાણી પહોચે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં પાણીને લગત ફરિયાદો હોય તો ઈ.એસ.આર. ઉપર રાખવામાં આવેલ મોબાઇલ નં. 99252 48407માં સંપર્ક કરવાનો રહેશે તેમજ ટોલફ્રી નં. 18002330131 અને જે એમ સી ની વેબ સાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરી શકાશે જેની જાહેર જનતાએ નોધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular