ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાને લીધે જે નુકશાન થયું છે તેના સર્વે માટે ગુજરાત સરકાર દ્રારા IAS અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. સરકારે આ જવાબદારી સિનીયર અધિકારીઓને સોંપી છે. જેમાં વિપુલ મિત્રાને ગીર સોમનાથની જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશપૂરીને ભાવનગરની જવાબદારી સોંપાઈ છે જયારે કમલ દાયાણીને જુનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.મનોજ અગ્રવાલને અમરેલીની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાંથી વાવઝોડાએ વિદાય લીધી છે. પરંતુ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે.
વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે કુલ 45 લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે. મહેસૂલ મંત્રીએ સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.