Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરના વીરપર ગામે રોયલ્ટી મારફતે બોકસાઈટ જેવી કિંમતી ખનીજ ચોરી અંગે ગુનો

કલ્યાણપુરના વીરપર ગામે રોયલ્ટી મારફતે બોકસાઈટ જેવી કિંમતી ખનીજ ચોરી અંગે ગુનો

ખાણ ખનીજ વિભાગ અને દ્વારકા એલસીબીનું સંયુકત ઓપરેશન: બે શખ્સોની અટકાયત : કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના વીરપર ગામેથી ખોટી રોયલ્ટી મારફતે બોકસાઈટ જેવી કિંમતની ખનીજ ચોરી બાબતે ખાણ ખનીજ વિભાગ અને એલસીબી દ્વારકા દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરી ત્રણ ટ્રક તથા બે શખ્સોને ઝડપી લીધા હતાં. અને કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેય દ્વારા જિલ્લામાં બોકસાઈટ જેવી કિંમતી ખનીજની ચોરીના દુષણને ડામવા માટે એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલને સૂચના આપી હતી. જેને લઇ ગત મે મહિનામાં એલસીબીની ટીમ દ્વારા ત્રણ ટ્રકમાં ગેરકાયદે ખોદી અન્ય લીઝના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી રૂા.10 લાખની કિંમતના 69 ટન બોકસાઈટનો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરતા જિલ્લા મેજીસ્ટે્રટ અને કલેકટર તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી કેયુર રાજપુરાની રાહબરી હેઠળ એલસીબી પીઆઈ અને રોયલ્ટી ઈન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા બોકસાઈટના જથ્થાને ગેરકાયદેસર ખનન કરી ઉપલબ્ધ કરાવનાર, આ જથ્થાને ખોટી કાયદેસરતા અપાવવા માટે ખોટી રીતે રોયલ્ટી પાસ ઉપલબ્ધ કરાવનાર ખાણધારક અને તેનો સંચાલક તથા જથ્થાને વહન કરનાર ટ્રાન્સપોર્ટર સહિતના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં જગા પીઠા કાંબરીયા તથા ભાવેશ પીઠા કાંબરીયા નામના બે શખ્સો ઝડપાયા છે. તેમજ ભરત વજશી ગોજીયા, રમણિક એમ. થાનકી તથા રમણિક એમ. થાનકીના નામની લીઝના સંચાલક સહિત કુલ 05 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular