Saturday, January 10, 2026
Homeરાજ્યદ્વારકામાં પ્રતિબંધિત ડ્રોન દ્વારા શૂટિંગ કરતા શખ્સ વિરૂધ્ધ ગુનો

દ્વારકામાં પ્રતિબંધિત ડ્રોન દ્વારા શૂટિંગ કરતા શખ્સ વિરૂધ્ધ ગુનો

વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન મારફતે શૂટિંગ થયું હોવાની બાબત પોલીસ તંત્રને આવતા આ બાબતે અંગે પોલીસે સઘન કાર્યવાહી કરી હતી. આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ જિલ્લાના બીમુનીપટ્ટનમ તાલુકાના રહીશ અને વિડીયો શુટીંગ તથા યુટ્યુબર તરીકેનો વ્યવસાય કરતા સુધીરબાબુ બુચીબાબુ સાનાપાલા નામના 38 વર્ષના શખ્સ દ્વારા બુધવારે દ્વારકાધીશ મંદિર તથા નજીકના ગોમતીઘાટ વિસ્તારમાં ડ્રોન મારફતે શૂટિંગ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્ત શખ્સ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular