Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક પ્રવાસી બસના અકસ્માત અંગે ચાલક સામે ગુનો

દ્વારકા નજીક પ્રવાસી બસના અકસ્માત અંગે ચાલક સામે ગુનો

- Advertisement -

દ્વારકા નજીક શનિવારે ચઢતા પહોરે થયેલી એક ખાનગી બસના અકસ્માતમાં એક યાત્રાળુનું મૃત્યુ થતાં આ પ્રકરણમાં દ્વારકા પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ બનાવ અંગે ભરૂચ તાબેના બંબાખાના વિસ્તારમાં રહેતા હર્ષભાઈ મદનભાઈ મોરે નામના 21 વર્ષના યુવાન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી હર્ષભાઈ તથા તેમના મિત્રો સોમનાથથી દ્વારકા જવા માટે જી.જે. 11 ટી.ટી. 8882 નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસમાં નીકળ્યા હતા. ત્યારે દ્વારકા પહોંચે તે પહેલા 9 કિલોમીટર દૂર હાઈવે પર ઉપરોક્ત બસના ચાલકે તેની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કાવો મારતા ચાલકે બસના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ પલટી ખાઈને રોડની એક તરફ ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા પ્રશાંતભાઈ નામના એક મુસાફરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય આશરે એક ડઝન જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવ અંગે દ્વારકા પોલીસે જી.જે. 11 ટીટી 8882 નંબરની ખાનગી બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ 278, 304 (અ), 337 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.વી. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular