દ્વારકાના રબારીપાડામાં રહેતા શખ્સે તેના ઘરની અગાસી પર ચડી અન્ય મકાનની અગાસી પર કપડા સૂકવતી મહિલા સામે અભદ્ર ઈશારા કર્યાના બનાવમાં મહિલાના નિવેદનના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતા એક મહિલા પોતાના ઘરની અગાસી ઉપર કપડાં સૂકવવા ગયા હતા, ત્યારે રબારીપાડા વિસ્તારમાં રહેતા લાખા દેવરાભાઈ મોરી નામના શખ્સ દ્વારા પોતાના ઘરની અગાસી પર ચડી અને અભદ્ર ઈશારા કરવામાં આવ્યા હતા. શરીરે માત્ર ટુવાલ પહેરીને આવેલા આરોપી લાખા મોરીએ આ મહિલા સામે જોઈને પોતાના શરીર પરનો ટુવાલ જ પણ ઉતારી નાખ્યો હતો અને તેની સામે અભદ્ર વર્તણુક કરી અને જાતિય માંગણીના જુદા જુદા પ્રકારના ઈશારા કરવામાં આવ્યા હોવા અંગેની ફરિયાદ મહિલા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 354 (ક) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. આકાશ બારસીયા દ્વારા કરવામાં આવી છે.