Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબેંકોમાં એનપીએ ઘટયું, જો કે, ડિફોલ્ટરની સંખ્યા વધી

બેંકોમાં એનપીએ ઘટયું, જો કે, ડિફોલ્ટરની સંખ્યા વધી

લોકસભામાં મંગળવારે કેન્દ્રીય નાણાંમંત્રીએ આપી માહિતી

- Advertisement -

31 માર્ચ 2021 સુધીમાં ડિફોલ્ટરોની સંખ્યા અગાઉના વર્ષના 2208થી વધીને 2494 થઈ ગઈ હોવાનું નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું.

- Advertisement -


રાજ્ય સભામાં આપેલા લેખિત ઉત્તરમાં તેમમે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા ગ્લોબલ ઑપરેશન્સના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જાહેરક્ષેત્રની બેંકોએ નોન પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ)ની રૂ. 3,12,987 કરોડની રિકવરી કરી હતી.

આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર 31 માર્ચ 2019ના ડિફોલ્ટરોની સંખ્યા 2017, 31 માર્ચ 2020ના 2208 અને 31 માર્ચ 2021ના ડિફોલ્ટરોની સંખ્યા 2494 હતી.

આરબીઆઈના જણાવ્યા અનુસાર બેન્કોએ સેન્ટ્રલ રિપોઝિટરી ઑફ ઈન્ફોર્મેસન ઑન લાર્જ ક્રેડિટ (સીઆરઆઈએલસી)ને આપેલી માહિતી મુજબ જાહેરક્ષેત્રની બેંકો દ્વારા ખાનગીક્ષેત્રની કંપનીઓને આપવામાં આવેલી અને એનપીએ વર્ગીકૃત થયેલી લોનનો આંક 31 માર્ચ 2019, 31 માર્ચ 2020 અને 31 માર્ચ 2021માં અનુક્રમે રૂ. 5,73,202 કરોડ, રૂ. 4,92,632 કરોડ અને રૂ. 4,02,015 કરોડ રહ્યો હતો.

લેણાંની બાકી નીકળતી રકમની વસૂલી કરવા બેંકોએ જરૂરી જણાય ત્યાં ધિરાણ લેનારાઓ તેમ જ ગેરેન્ટરો વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી આરંભવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. જરૂર જણાય ત્યાં ડિફોલ્ટરો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ બેંકો આરંભી શકે, એમ તેમણે કહ્યું હતું.

અન્ય એક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નાણાં પ્રધાને કહ્યું હતું કે વર્ષ 2019-20માં જાહેરક્ષેત્રની બેંકોએ રૂ. 1,75,876 કરોડની લેણાંની રકમ માંડી વાળી હતી જેની સરખામણીએ વર્ષ 2020-21માં આ રકમનો આંક ઘટીને રૂ. 1,31,894 કરોડ થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. સરકાર દ્વારા અપનાવવામાં આવેલી સુધારાની નીતિને કારણે એકંદરે એનપીએમાં ઘટાડો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. 31 માર્ચ 2015માં એનપીએનું પ્રમાણ 11.97 ટકા રહ્યું હોવાની સરખામણીએ 31 માર્ચ વર્ષ 2021 સુધીમાં એ પ્રમાણ ઘટીને 9.11 ટકા થઈ ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular