Sunday, December 22, 2024
Homeમનોરંજનહવે શિલ્પા શેટ્ટીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી કારણકે...

હવે શિલ્પા શેટ્ટીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી કારણકે…

- Advertisement -

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થયા બાદ આ દંપતી સતત ચર્ચામાં છે. ત્યારે હવે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે ૧.૬ કરોડ રુપિયાના જમીનના સોદામાં છેતરપિંડી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયુ છે. જે મામલે હવે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

શિલ્પાની મા સુનંદા શેટ્ટીએ જમીનના સોદા મામલે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડીને લઈને પોલીસમાં ફરિયાદ કરી છે. મુંબઈ પોલીસ મુજબ, સુનંદા શેટ્ટીએ પોતાની ફરિયાદમાં સુધાકર ધારેનું નામ લીધું છે. સુનંદા શેટ્ટીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ નકલી ડોક્યૂમેન્ટ્સની મદદથી 1.6 કરોડ રૂપિયામાં જમીન વેચી છે. મુંબઈ પોલીસે આઈપીસીની ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. રાજ સામે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થતાં શિલ્પા શેટ્ટી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે અને તે પણ શંકાને ઘેરામાં આવી ગઈ છે. ત્યારે હવે તેની માતાએ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ એક મુસીબત ઉભી થઇ છે. આ મામલે શિલ્પાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular