Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમનપસંદ IASને ‘ગોઠવવા’ હવે, નેતાઓની સાથે IPS પણ સ્પર્ધામાં !

મનપસંદ IASને ‘ગોઠવવા’ હવે, નેતાઓની સાથે IPS પણ સ્પર્ધામાં !

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં સામાન્ય રીતે મંત્રીઓ તથા ચુંટાયેલાં નેતાઓ તેમજ કેટલાંક પૂર્વ લોક પ્રતિનિધિઓ પોતાને અનુકૂળ હોય તેવા ઉપરાંત વહિવટને ચોકકસ પ્રકારની ગતિ આપે તેવા આઇએએસની કલેકટર તરીકે સરકારમાં માંગણી કરતા હોય છે. એવું આપણે સૌ ઘણાં સમયથી સાંભળિએ છીએ. જો કે, હવે આવી જગ્યાઓ પર પણ સિનિયર આઇપીએસ હાવી થઈ રહ્યા છે.

એક મહિના અગાઉ આઇએએસ ઓફ્સિરોમા થયેલી બદલીઓમાં સૌરાષ્ટ્રની એક રેન્જના આઇજી પોતાના તાબા હેઠળના એક જિલ્લામાં પોતાને માફ્ક આવે તેવા આઇએએસને કલેકટર તરીકે લઇ આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્યમાં ભરપૂર રાજકીય પ્રતિનિધિત્વ ધરાવતા આ જિલ્લામાં સવા મહિનામા જ નવા કલેકટરનું વલણ રેન્જ આઇજી અને પોલીસ તંત્ર ઉપર ઢીલું રહેતા બેઉ વચ્ચેનો સબંધ સરાજાહેર થઈ રહ્યો છે. આથી, શાસક પક્ષના અલગ અલગ જૂથ અચાનક જ એકજૂથ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના આ પ્રકારના એક બનાવે સમગ્ર રાજયમાં તથા સચિવાલયમાં જૂદાં જૂદાં પ્રકારની ચર્ચાઓને જન્મ આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular