જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વધતો જાય છે. ત્યારે હવે લોકો હાસ્પિટલમાં પણ સુરક્ષિત નથી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રખડતા શ્ર્વાનના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. ત્યારે પ્રશ્ર્ન થાય છે કે, સિકયુરિટી પાછળ લાખોનો ખર્ચ કરવા છતાં હોસ્પિટલમાં શ્ર્વાનના આંટાફેરા દેખાઇ રહયા છે. તો આમાં દર્દીઓ હવે જાય તે જાયે કહાં ? શહેરમાં અવારનવાર રખડતા શ્ર્વાનના હુમલાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે શહેરમાં તો છેજ પરંતુ હોસ્પિટલમાં પણ શ્ર્વનાના આંટાફેરા કેમેરામાં કેદ થઇ રહયા છે. દર્દીના વોર્ડની બહાર શ્ર્વાન આંગા મારી રહયા છે. દર્દીના સગાવ્હલા જે બહાર લોબીમાં સુતા હોય છે ત્યાં તેની બાજુમાંથી શ્ર્વાન પસાર થઇ રહયા છે. તો કયારેક વોર્ડની અંદર બેડની ઉપર સુતેલા શ્ર્વાનના દ્રશ્યો પણ દેખાયા છે. તો હવે તંત્ર કયારે જાગશે ? કે હજુ કોઇ શ્ર્વનના હુમલાની કે અકસ્માતની ઘટનાની રાહ જોઇ રહી છે ?