Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયહવે ઘરે બેઠા કોઈ પણ વ્યક્તિ જાતે જ કોરોનાનો ટેસ્ટ કરી શકશે,...

હવે ઘરે બેઠા કોઈ પણ વ્યક્તિ જાતે જ કોરોનાનો ટેસ્ટ કરી શકશે, અહીંથી મળશે કીટ

મોબાઈલ એપ દ્રારા મળી જશે રીપોર્ટ : જાણો કઈ રીતે કરવો ટેસ્ટ

- Advertisement -

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સંક્રમણ વધતા લોકોએ ટેસ્ટ કરાવવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે આરટીપીસીઆરના ટેસ્ટ પણ મોડા આવતા હોવાથી લોકોએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  પરંતુ કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ હવે ઘરે બેઠા થઇ શકશે. બજારમાં આ ટેસ્ટ કરવા માટેની કીટ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે. આ કીટ પુણેની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે તેનો ઉપયોગ એ લોકો જે કરે જેને કોવિડના લક્ષણો જણાય છે. અથવા તો એવા લોકો જે સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હોય. 

- Advertisement -

ICMRએ જે કિટને મંજૂરી આપી છે, તે રેપિડ એંટીજન ટેસ્ટિંગ કિટ છે. આ કિટ દ્વારા લોકો ઘરમાં જ નાક દ્વારા કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઇ શકાશે. હાલ હોમ ટેસ્ટિંગ ફક્ત સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. આ ઉપરાંત જે લોકો કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. તે પણ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરી શકશે.

ભારતની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડને આ અંગે મંજૂરી મળી છે. હોમ પરીક્ષણ મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે. બધા વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી શકે છે.જે લોકો હોમ ટેસ્ટિંગ કરશે તેમને ટેસ્ટ સ્ટ્રીપનો ફોટો તે જ ફોનથી તસવીર લેવો પડશે જેના પર મોબાઇલ એપ ડાઉનલોડ હશે. મોબાઇલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઇ જશે. આ ટેસ્ટ દ્વારા જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને પોઝિટિવ માનવામાં આવશે અને કોઇ ટેસ્ટની જરૂર નહી પડે.

- Advertisement -

હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે પુણેની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડને પરવાનગી આપવામાં આવી છે. આ કીટનું નામ કોવીસેલ્ફ છે.

આ રીતે કરી શકાશે રિપોર્ટ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular