Sunday, December 22, 2024
Homeબિઝનેસનવેમ્બરના જીએસટી કલેક્શનમાં રૂપિયા 5,851 કરોડનો ઘટાડો

નવેમ્બરના જીએસટી કલેક્શનમાં રૂપિયા 5,851 કરોડનો ઘટાડો

- Advertisement -

દેશમાં તહેવારોની મોસમ પછીના સમયમાં સરકારની આવકમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં સરકારને જીએસટીની આવક રૂ. 1.46 લાખ કરોડ થઈ હતી, જે ઑક્ટોબર 2022ની સરખામણીમાં રૂ. 5,851 કરોડનો ઘટાડો દર્શાવે છે. જોકે, ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં કેન્દ્રની આવકમાં 11 ટકાનો વધારો થયો છે. વધુમાં કેન્દ્રને સતત 9મા મહિને જીએસટીની આવક 1.40 લાખ કરોડથી વધુ થઈ છે.

- Advertisement -

કેન્દ્ર સરકારને નવેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂ. 1,46,867 કરોડ થઈ હતી, જે ઑક્ટોબરમાં રૂ. 1.52 લાખ કરોડની સરખામણીમાં ઓછી છે. જોકે, આવકમાં ઘટાડાનું એક મોટું કારણ તહેવારોની મોસમ પૂરી થવાનું છે. ઑક્ટોબરમાં તહેવારોની મોસમના કારણે સરકારને બીજા ક્રમની સૌથી વધુ આવક થઈ હતી. આ પહેલાં એપ્રિલ 2022માં સરકારને રૂ. 1.68 લાખ કરોડની આવક થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.

નાણામંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર 2022 દરમિયાન કેન્દ્રને સીજીએસટી મદમાં રૂ. 25,681 મળ્યા હતા જ્યારે એસજીએસટી મદમાં રૂ. 32,651 કરોડ અને આઈજીએસટી મદમાં રૂ. 77,103 કરોડ મળ્યા હતા. આઈજીએસટી મદમાં રૂ. 38,635 કરોડની આવક આયાતી સામાનો પર કરની વસૂલાત તરીકે થઈ હતી. આ મહિને સેસના મદમાં રૂ. 10,433 કરોડની આવક થઈ છે, જેમાંથી 817 કરોડ રૂપિયાની સેસ આયાતીત સામાનો પર મળી હતી. કેન્દ્ર સરકારે નવેમ્બર 2022 દરમિયાન રેગ્યુલર સેટલમેન્ટના રૂપમાં આઈજીએસટીમાંથી રૂ. 33,997 કરોડ રૂપિયા સીજીએસટી મદમાં ટ્રાન્સફર કર્યા હતા. આઈજીએસટીમાંથી જ રૂ. 28,538 કરોડ રૂપિયા એસજીએસટી મદમાં ટ્રાન્સફર કરાયા હતા. રેગ્યુલર સેટલમેન્ટ પછી આ મહિને કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટીમાં રૂ. 59,678 કરોડ રહી જ્યારે એસજીએસટીનો હિસ્સો રૂ. 61,189 કરોડ રહ્યો. આ સિવાય કેન્દ્ર સરકારે આ મહિને જીએસટી કમ્પેનશેસનના રૂપમાં રૂ. 17,000 કરોડ રિલીઝ કર્યા હતા. કેન્દ્રીય નાણામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેક્સ ચોરી રોકવા જે ઉપાયો પર અમલ કરાયો છે, તેની અસર દેખાવા લાગી છે. તેથી જ ગયા મહિને પણ જીએસટી કલેક્શન રૂ. 1.45 લાખ કરોડથી વધુ રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular