Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરબેડ-સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામુ

બેડ-સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામુ

- Advertisement -

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેરને મળેલ સતાની રૂએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારે નક્કી કરેલ ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવુ.

- Advertisement -

વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલીકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલીકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર તા.21-1-2023 સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે.સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જોગવાઈ લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular