ગુજરાતની અનેક ખાનગી હોસ્પિટલોમાં મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લોકોને કોરોનાની ફ્રી સારવાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 10 જુલાઈ સુધી કોરોનાગ્રસ્ત વ્યક્તિને રોજેના રૂ.5000 સુધીની ફ્રી સારવાર 10દિવસ સુધી મળશે. તેમ જણાવવામાં આવ્યું છે. પરંતુ જામનગર શહેર કે જીલ્લાની એક પણ ખાનગી હોસ્પિટલમાં લાભાર્થીઓને આ લાભ મળી રહ્યો નથી.
જામનગરની એક પણ ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકોને કોરોનાની સારવાર ફ્રીમાં આપવામાં આવી રહી નથી. જેના પરિણામે અનેક ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
ખબર ગુજરાત દ્વારા જામનગર જીલ્લાના મા અમૃતમ કાર્ડ તથા આયુષ્માન યોજનાના કોર્ડીનેટર ગીરીશ કારેણા નો સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન તેમણે જણાવ્યું કે જામનગરની એક પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં વાત્સલ્ય કાર્ડ હેઠળ કોરોનાની સારવાર આપવામાં આવતી નથી. જામનગરમાં વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓ કેટલા છે તે અંગેની વિગતો પણ તેમની પાસે ઉપલબ્ધ ન હતી.
રાજ્ય સરકાર દ્રારા જનરલ મેડીસીન ક્લસ્ટર ગવર્મેન્ટ રીઝર્વ કરેલું છે જેના લીધે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવાના નિયમો જામનગરની પ્રાઈવેટ હોસ્પિટલોને લાગુ નથી પડતા. અને ટ્રસ્ટની એવી કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં જનરલ મેડીસીનનું પેકેજ હોય. જે રાજ્ય સરકારનો પરિપત્ર આવેલ છે એમાં એવું છે કે જનરલ મેડીસીન વાળું પેકેજ હોય અને પીડીયાટ્રીક વાળું હોય તે પેકેજમાં આ નિયમ લાગુ પડશે. પણ આ પેકેજ ગવર્મેન્ટ રીઝર્વ થઇ ગયા હોવાથી એક પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અપાતી નથી અને ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ જે મેડીસીન પેકેજ નક્કી કરેલ છે તે ન હોવાથી માત્ર જીજી હોસ્પિટલમાં જ વાત્સલ્ય કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
જાણો શુ છે સરકારની યોજના અને જાહેરાત
જે લોકો મા વાત્સલ્ય કાર્ડ ધરવતા હોય તેના માટે ગુજરાત સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી છે. સરકારની યોજના અનુસાર જો કોઈ કાર્ડ ધારક કુટુંબનો સભ્ય કોરોનાથી સંક્રમિત થાય તો તેને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ માં રોજ રૂપિયા 5000 સુધીની સારવાર ફ્રીમાં મળશે અને તેનો લાભ દર્દીને 10 દિવસ સુધી મળશે, એટલે કે મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત કોરોના દર્દીને કુલ 50 હજાર રૂપિયાનો લાભ મળશે. 10 જુલાઈ 2021 સુધી કાર્ડ ધારકોને કોરોના ની સારવાર માં આ યોજનાનો લાભ મળશે આ લાભ 10 જુલાઈ સુધી જ મળશે.