Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકિવમાં હવે એક પણ ભારતીય નહી, એમ્બેસી બંધ કરાઈ

કિવમાં હવે એક પણ ભારતીય નહી, એમ્બેસી બંધ કરાઈ

- Advertisement -

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુન્ગલાએ જણાવ્યું છે કે મંગળવારના રોજ તમામ ભારતીયોએ કિવ છોડી દીધું છે. યુક્રેનથી પડોશી દેશોમાં ગયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તેઓએ જણાવ્યું હતું કે રોમાનિયાના બુકારેસ્ટ અને હંગેરીના બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે.

- Advertisement -

ખાર્કીવ અને અન્ય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢવા માટે રશિયા અને યુક્રેન પાસેરશિયા અને યુક્રેન પાસેથી તાત્કાલિક સલામત માર્ગની માંગ કરવામાં આવી છે. વિદેશ સચિવે જણાવ્યું છે કે  કહ્યું કે વાયુસેનાનું એક એક સી-17 વિમાન ભારતીયોને પરત લાવવા માટે આજે બુધવારના રોજ રોમાનિયા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચિત કરી છે.

તમામ ભારતીયો કિવ માંથી બહાર નીકળી ગયા છે.  રશિયન ફોર્સે કિવ, ખાર્કિવ અને ચેર્નિહિવમાં આર્ટિલરી (તોપ)થી હુમલા વધાર્યા છે અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. મંગળવારે રાત્રે રશિયાએ કિવમાં ટીવી ટાવર્સ અને ખાર્કિવમાં કરેલી એરસ્ટ્રાઈકમાં 8 લોકોનાં મોત થયાં છે. કિવના ટીવી ટાવર્સ પર મિસાઈલ અટેક કર્યો છે. અહીં 5 લોકોનાં મોત નીપજ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular