ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના વિકાસમાં,સમાજ સેવામાં,યુવાઓ માટેની પ્રવૃતિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારના પ્રચાર કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃતિ નાગરિકતા, સામુદાયિક સેવા,રમત ગમત અને શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા સ્માર્ટ લર્નિગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક યુવતીને પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષ નેશનલ યુથ એવોર્ડ-2019-20 માટે લાયકાત ધરાવતા યુવક યુવતીઓ તા.6/12/2021 સુધીમાં https://innovate. mygov.in/national-youth-aword-2020 ઉપર નામાંકન કરી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવામાં આવેલ છે.