Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતહવે કોઇ રાહત નહીં, શનિવારથી જંત્રી દર ડબલ

હવે કોઇ રાહત નહીં, શનિવારથી જંત્રી દર ડબલ

- Advertisement -

ગૂજરાતમાં બાર વર્ષે પ્રથમ વખત જંત્રીદરમાં વધારો કરવાના નિર્ણયનો અમલ આગામી 15 મી એપ્રિલને શનિવારથી થશે અને તેમાં કોઈ રાહત આપવામા નહિં આવે રાજય સરકારનાં પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે શનિવારથી જ નવા જંત્રીદરનો અમલ થશે અને તેમાં હવે કોઈ મુદત નહિ મળે એટલુ જ નહિં તેમાં 100 ટકાનો વધારો થશે અર્થાત વર્તમાન દર સીધો ડબલ થશે.

- Advertisement -

રાજય સરકાર દ્વારા જમીન, મકાન સહીતની સ્થાવર મિલકતોની બજાર કિંમત નકકી કરવા માટે નવી જંત્રીનો અમલ 15 મી એપ્રિલથી શરૂ કરાશે જોકે સરકારનાં દાવા મુજબ હાલને તબકકે નવી જંત્રી માટેનાં સર્વેની કામગીરી ચાલુ છે. એ કયારે પુરી થશે? અને કયારે રાજયનાં જીલ્લા, તાલૂકા, ગામવાર, વિકસીત, અધિકથિત, વિસ્તારો મુજબની વાસ્તવિક જંત્રી અમલમાં આવશે? તેના કોઈ જવાબ રાજય સરકાર પાસે નવી પરંતુ ગત 4થી ફેબ્રુઆરી 2023 ના રોજ સરકારે જે એકાએક રાજયમાં પ્રવર્તમાન જંત્રીનાં દરમાં 100 ટકાનો વધારો કર્યો હતો.

તેનાથી ખફા થયેલા વિવિધ ડેવલપર્સ એસોસીએશનો ક્રેડાઈના હોદેદારોની રજુઆતોને પગલે સરકારે, નવી જંત્રીના અમલને મોકુફ રાખીને 15 મી એપ્રિલથી તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી. જેની મુદત હવે 14મીના મધરાતે પુરી થશે. એટલે રાજય સરકાર 15 મી એપ્રિલથી રાજયમાં તમામ સ્થાવર મિલકતોની લે-વેચ સહીતના વ્યવહારોમાં નવી જંત્રીનો જ અમલ કરશે. આમ છતા રાજય સરકાર દ્વારા જંત્રીનાં સર્વેના અંતે કે વચગાળાની રાહતના સ્વરૂપે કોઈ જાહેરાત કરશે એમ જરૂર મનાઈ રહ્યુ છે.

- Advertisement -

હાલના તબકકે તો સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ 14 મી એપ્રિલનાં રાતના 12 વાગ્યા સુધીમાં જે તે દસ્તાવેજો માટેની સ્ટેમ્પ ડયુટી નકકી થઈ ગઈ હોય લેનાર-વેચનારની સહીઓ થઈ જાય છે. વ્યવહારો પૂર્ણ થવામાં હોય વગેરે કિસ્સામાં 4 મહિના સુધી જુની જંત્રી અમલી રહેશે. પરંતુ કોઈ નવા વ્યવહારો નવી જુની સ્થાવર મિલકતોની ખરીદી વગેરેનાં કિસ્સામાં જો વ્યવહારો 15 મી કે બાદ હશે તો વધારા સાથે નવી જંત્રી જ લાગુ થશે. 15મીથી નવી જંત્રીના અમલ પુર્વે સ્ટેમ્પ પેપર લેવાઈ જવા સહીત બાનાખત જેવા વ્યવહારો પૂર્ણ થઈ ગયા હતા તેમાં ચાર માસ જુની જંત્રીની જોગવાઈ છે. આ સંજોગોમાં સ્ટેમ્પ પેપર લેવા પણ ધસારો છે. કાલે આંબેડકર જયંતિની સતાવાર રજા હોવાથી રોકડથી આજે જ સ્ટેમ્પ પેપર લઈ શકાશે. જો કે, કાલે ઓનલાઈન મળી શકશે એટલું જ નહીં ફ્રેન્કીંગમાં પણ 10000ની મર્યાદા 15મીથી લાગુ પડવાની હોવાથી તેમાં પણ ધસારો સ્વાભાવિક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular